ચહેરાની ચમક ચિરંજીવ રાખવાના સરળ ઉપાય

0ટીવી સિરિયલમાં આવતી અભિનેત્રીઓની ત્વચા જોઈને સામાન્ય મહિલાને સહેજે એમ થાય કે મારી ચામડી પણ આવી ચળકતી હોત તો. સુંવાળી, તેજસ્વી ત્વચા કોને ન ગમે. ત્વાચા શ્યામ હોય કે શ્વેત, પણ તે એકદમ જીવંત અને લિસ્સી લાગતી હોય તો માનુનીખૂબ સુંદર દેખાય છે. જોકે થોડીઘણી કાળજી રાખીને તમે પણ તમારી ત્વચાને આકર્ષક બનાવી શકો છો. ત્વચા નિષ્ણાતો તેના સરળ ઉપાય બતાવતાં કહે છે કે…

બે ટીસ્પૂન ટામેટાંના રસમાં દહીં નાખીને લગાવવાથી ચહેરા પર ગ્લો આવે છે. 

લીંબુનો રસ અને મધ મિક્સ કરીને ચહેરા તેમ જ હાથ પર લગાવો. ૧૦ મિનિટ પછી ધોઈ લો.

એક ટી સ્પૂન અખરોટનો ઝીણો ભૂકો લઈ તેમાં લીંબુનો રસ અને મધ ભેળવો. આ મિશ્રણ વડે આખા શરીરે સ્ક્રબ કરો. ૨૦ મિનિટ પછી ટાઢા પાણીએ સ્નાન કરી લો. 

દહીંમાં બેસન નાખીને દરરોજ ચહેરા પર લગાવો.

સંતરાનો રસ ચહેરા અને ગરદન પર લગાવો. ૧૦ મિનિટ પછી ધોઈ લો.

એક ટીસ્પૂન દહીમાં અડધું ટીસ્પૂન સંતરાનો રસ નાખી આ મિશ્રણ ચહેરા પર લગાવો. ૧૦ મિનિટ પછી ચહેરો ધોઈ લો.

એક ટેબલસ્પૂન મધ, એક ટીસ્પૂન ગિલસરીન અને ઘઉંનો લોટ નાખી પાતળી પેસ્ટ બનાવો. ચહેરા પર લગાવી ૧૦ મિનિટ રહેવા દો. ત્યાર પછી ચહેરો ધોઈ લો.

એક ટીસ્પૂન મુલતાની માટી, એક લીંબુનો રસ અને ખમણેલા ટામેટાને મિક્સ કરી ચહેરા પર લગાવો.

શુષ્ક ત્વચા માટે ઓલિવ, લીંબુનો રસ અને વિટામીન ‘ઈ’ની ેક કેપ્સુલ સારી રીતે મિક્સ કરીને ચહેરા પર તેમ જ ગરદન પર લગાવો. ૧૦ મિનિટ પછી ચહેરો ધોઈ લો.

મલાઈ, મધ, તુલસી અને ઓલિવ ઓઇલ ભેળવીને ફેસપેક તૈયાર કરો. આ ફેસપેક ચહેરા પર લગાવીને પંદર મિનિટ પછી તેને દૂર કરો.

મેથી પાવડરમાં દૂધ નાખી પેસ્ટ બનાવો. ચહેરા પર લગાવ્યા પછી સુકાઈ જાય એટલે હુંફાળા પાણીથી મોઢું ધોઈ લો. 

– કેતકી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here